મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

VIDEO: લડ્યા વગર સામે વાળાને નમતો કરવો છે? બસ અપનાવો આ 3 સેકન્ડનો નિયમ!

કોઈની સાથે દલીલ થવી ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ ઘણીવાર સાચા હોવા છતાં આપણે ગુસ્સામાં આપો

તસવીર: gstv

કોઈની સાથે દલીલ થવી ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ ઘણીવાર સાચા હોવા છતાં આપણે ગુસ્સામાં આપો ગુમાવી બેસીએ છીએ. ઊંચા અવાજે બોલવું, ભડકી જવું કે ચીસો પાડવી એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ તેનાથી આપણી રજૂઆત નબળી પડી જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો ઝઘડા વચ્ચે પણ આટલા શાંત અને સંયમિત કેવી રીતે રહી શકે છે? દલીલ જીતવાની ખરી કળા અવાજ ઊંચો કરવાની નથી, પરંતુ પોતાના મગજને શાંત રાખવાની છે. જો તમે પણ દલીલ દરમિયાન તમારી ભાવોનાઓ પર કાબૂ રાખી શકતા નથી, તો આ ખાસ સાયકોલોજીકલ ટ્રિક તમારા ખૂબ કામ આવશે.

જ્યારે કોઈ આપણી સાથે તીખી દલીલ કરે છે, ત્યારે આપણું મગજ તરત જ 'ફાઈટ ઓર ફ્લાઈટ' (Fight or Flight) મોડમાં જતું રહે છે. આવા સમયે આપણને લાગે છે કે મોટેથી બોલવું એ જ પોતાની જાતને સાચી સાબિત કરવાનો એકમાત્ર રસ્તો છે. પરંતુ વાસ્તવમાં, દલીલ જીતવાનું સૌથી મોટું હથિયાર 'ધ પોઝ એન્ડ વેલિડેટ' (The Pause & Validate) ટ્રિક છે.

1. '3-સેકન્ડ રૂલ' અપનાવો (ધ પોઝ)

જેવો સામે વાળો વ્યક્તિ પોતાની વાત પૂરી કરે કે તમારા પર ચીડાય, તરત જ જવાબ ન આપો. મનમાં 1 થી 3 સુધી ગણતરી કરો અને એક ઊંડો શ્વાસ લો. આ 3 સેકન્ડનો બ્રેક તમારા મગજને રિએક્શન (ઉતાવળો પ્રતિક્રિયા) આપવાને બદલે રિસ્પોન્સ (વિચારીને આપાતો જવાબ) આપવાનો સમય આપે છે. જ્યારે તમે શાંત રહો છો, ત્યારે સામે વાળાનો ગુસ્સો આપોઆપ ઓછો થવા લાગે છે.

2. અવાજનો પીચ (ટોન) ધીમો રાખો

દલીલમાં જીત તેની નથી થતી જે સૌથી મોટેથી બૂમો પાડે છે. જો સામે વાળી વ્યક્તિ ઊંચા અવાજે બોલી રહી હોય, તો તમે જાણી જોઈને તમારા અવાજનો ટોન ધીમો અને શબ્દો સ્પષ્ટ રાખો. મનોવિજ્ઞાન (Psychology) મુજબ, જ્યારે તમે શાંત અવાજમાં બોલો છો, ત્યારે સામે વાળી વ્યક્તિ અજાણતાં જ તમારી સાથે ટ્યુન થવા માટે પોતાનો અવાજ ધીમો કરવા મજબૂર થઈ જાય છે.

3. 'આઈ-સ્ટેટમેન્ટ્સ' (I-Statements) નો ઉપયોગ કરો

દલીલ ત્યારે ઉગ્ર બને છે જ્યારે આપણે આંગળી ચીંધીને "તેં આવું કર્યું" અથવા "તું હંમેશા ખોટો હોય છે" જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. એના બદલે કહો, "મને એવું લાગે છે" અથવા "મારી સમજ મુજબ વાત આ છે". આનાથી સામે વાળી વ્યક્તિ ડિફેન્સિવ (બચાવની મુદ્રામાં) નથી થતી અને તમારી વાતને ગંભીરતાથી સાંભળે છે.

4. સવાલ પૂછીને બોલ સામે વાળાના કોર્ટમાં નાખો

દલીલ જીતવાની સૌથી જાદુઈ ટ્રિક છે જવાબ આપવાને બદલે સીધા પ્રશ્નો પૂછવા. ઉદાહરણ તરીકે, તેમને પૂછો, "તમે આવું કેમ અનુભવી રહ્યા છો?" અથવા "તમારા મતે આનો શો ઉકેલ હોવો જોઈએ?" જ્યારે તમે શાંત રહીને સવાલ પૂછો છો, ત્યારે સામે વાળાએ પોતાની વાત સાબિત કરવા માટે વિચારવું પડે છે અને અવારનવાર તેમની પાસે તર્કોની કમી થઈ જાય છે.

કોઈપણ દલીલમાં પોતાની વાત મનાવવા માટે જાતને શાંત રાખવી એ જ સૌથી મોટી સમજદારી છે. આગામી વખતે જ્યારે પણ વાતાવરણ ગરમ થાય, બસ 3 સેકન્ડ અટકો, અવાજ ધીમો રાખો અને યોગ્ય સવાલ પૂછો. લડ્યા વગર જીત તમારી જ થશે!

આ સમાચાર શેર કરો