મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હડકવા ગ્રસ્ત ભેંસનું મોત થતા ગ્રામજનો દવાખાને દોડ્યા! જાણો શું છે સમગ્ર મામલો

ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના કોબલા ગામે હડકવા ગ્રસ્ત ભેંસના મોત બાદ સમગ્ર ગામમાં ચિંતા વ્યાપી ગઈ છે.

ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના કોબલા ગામે હડકવા ગ્રસ્ત ભેંસના મોત બાદ સમગ્ર ગામમાં ચિંતા વ્યાપી ગઈ છે. જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાજની ભેંસને થોડા દિવસો પહેલાં હડકવા ગ્રસ્ત શ્વાને કરડ્યું હતું, જેના કારણે તે ભેંસમાં હડકવાના લક્ષણો દેખાયા હતા. બાદમાં તે ભેંસે બચ્ચાને જન્મ આપ્યો અને તેનું દૂધ કેટલાક ગ્રામજનોએ પીધુ હોવાનું પણ જાણવા મળ્યું હતું, ત્રણ દિવસ બાદ ભેંસની મોત થતા તબીબ તપાસમાં હડકવાના લક્ષણોની પુષ્ટિ થતાં ખળભળાટ મચ્યો છે. આ અંગે જાણ થતા ભેંસના માલિક સહિત ગામના 32 લોકોએ આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે હડકવા વિરોધી વેક્સિન મુકાવી. આમોદ આરોગ્ય કેન્દ્રના તબીબ ડૉ.માનસીએ જણાવ્યું કે, જેમણે ભેંસનું દૂધ પીધુ હતું, તેમને સાવચેતીના ભાગરૂપે વેક્સિન આપવામાં આવી છે અને વધુ લોકો પણ વેક્સિન લેવા આવતા હોવાનું જણાવ્યું હતું, 

આ સમાચાર શેર કરો