VIDEO: કોલકાતામાં મતદાર યાદીનો વિવાદ વકર્યો! દસ્તાવેજો હોવા છતાં મતાધિકાર છીનવાતા નાગરિકોમાં ભારે રોષ
VIDEO: કોલકાતામાં

VIDEO: કોલકાતામાં મતદાર યાદીના વિવાદને લઈ ફરી એકવાર હોબાળો જોવા મળી રહ્યો છે..એસઆઈઆરમાં સુધારા-વધારા કે અપીલ માટે વિશેષ ડેસ્ક તો શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ લોકોની હાલાકીમાં કોઈ ઘટાડો થયો નથી.. તમામ જરૂરી દસ્તાવેજો હોવા છતાં લોકો દોડતા થયા છે.
કોલકાતામાં એસઆઈઆર 2026 ટ્રિબ્યુનલ અપીલ માટે વિશેષ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ મતદાર યાદીમાંથી નામ રદ થતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. મોહમ્મદ સાહિદ ફિરોઝ અને સઈદા ખાતૂન જેવા રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે તમામ માન્ય દસ્તાવેજો હોવા છતાં તેમનું નામ યાદીમાંથી બાકાત રખાયું છે.. આજીવન સ્થાનિક રહેવાસી હોવા છતાં મતાધિકારથી વંચિત રહેતા લોકો મદદ માટે વિશેષ ડેસ્ક પર પહોંચી રહ્યા છે, પરંતુ ત્યાં પણ જટિલ પ્રક્રિયા અને લેખિત અરજીઓના અભાવે મુશ્કેલીઓ વધી રહી છે.
જાહેરાત






