VIDEO: હરિયાણામાં માવઠાનો માર! ઘઉં અને રાયડાનો પાક જમીનદોસ્ત, આર્થિક પાયમાલીના આરે ઉભેલા ખેડૂતોની સરકારને પોકાર
હરિયાણાના કરનાલમાં

હરિયાણાના કરનાલમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.. કમોસમી વરસાદ અને કરાના કારણે ઘઉં તથા રાયડાનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે. આ અણધારી આફતથી આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતો હવે સરકાર પાસે મદદની પોકાર કરી રહ્યા છે.
હરિયાણાના કરનાલમાં વરસેલા કમોસમી વરસાદ અને ભારે કરાના કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.. તૈયાર થયેલા ઘઉં, રાયડો અને શાકભાજીના પાક પર કુદરતી આફત ત્રાટકતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.. આ માવઠાને લીધે પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેનાથી ખેડૂતોને આર્થિક પાયમાલીનો ડર સતાવી રહ્યો છે.
જાહેરાત






