મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સમારકામ દરમિયાન બે માળનું મકાન ધરાશાયી

રાજકોટ શહેરના વોર્ડ નંબર-6 વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો. અહીં બે માળનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયુ

તસવીર: gstv

રાજકોટ શહેરના વોર્ડ નંબર-6 વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો. અહીં બે માળનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું. પ્રાથમિક માહિતી મુજબ, મકાનનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ આ દુર્ઘટના બની હોવાનું અનુમાન છે. ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને મનપાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને તપાસની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.  

આ સમાચાર શેર કરો