VIDEO: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની 'ઝાળ' ગુજરાતના મસાલા બજારને દઝાડી: નિકાસ ઠપ્પ થતા ભાવમાં મોટો કડાકો!
VIDEO: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર હવે ગુજરાતન
VIDEO: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર હવે ગુજરાતના મસાલા બજારને દઝાડી રહી છે. મસાલામાં તેજી આવવાની આશા પર યુદ્ધે પાણી ફેરવ્યું છે. યુદ્ધના કારણે નિકાસ ઠપ્પ થઈ જતા બંદરો પર માલ અટવાયો છે. જેથી નિકાસ અટકી પડતા મરચાં હળદર અને જીરાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ઈરાનમાં સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે ગુજરાતના મસાલા માર્કેટ પર ગંભીર અસરો જોવા મળી રહી છે. મસાલાના ભાવમાં તેજી આવવાના એંધાણ હતા, પરંતુ નિકાસ પ્રક્રિયા ખોરવાતા બજારમાં અચાનક મોટો ભાવ ઘટાડો નોંધાયો છે.
જાહેરાત
ભારતની કુલ મસાલા નિકાસમાં 30% હિસ્સો ધરાવતા ગુજરાતમાં હાલ સ્થિતિ નાજુક છે. નિકાસ અટકી પડવાથી મરચાંના ભાવમાં 13% અને હળદરના ભાવમાં 8% જેટલો ઘટાડો થયો છે, જેનાથી વેપારીઓમાં ચિંતા વ્યાપી છે.
જાહેરાત






