VIDEO: બંગાળમાં ચૂંટણીનો ગળ્યો સ્વાદ! કોલકાતામાં પક્ષોના નિશાન વાળી 'મેસેજ' મીઠાઈની ધૂમ, ભાજપ-TMC વચ્ચે સ્વીટ વૉર

VIDEO: પશ્ચિમ બંગાળમાં વિધા

VIDEO:  પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી 2026નો જંગ જામ્યો છે, ત્યારે કોલકાતાના હલવાઈઓએ મતદારોને રીઝવવા માટે નવો નુસખો અપનાવ્યો છે. ભાજપ હોય કે ટીએમસી હવે દરેક પક્ષના નિશાન તમને મીઠાઈ પર જોવા મળશે.

પશ્ચિમ બંગાળમાં જ્યારે પણ ચૂંટણી આવે છે, ત્યારે ત્યાંની સંસ્કૃતિ અને ખાણીપીણીમાં પણ તેનો પ્રભાવ જોવા મળે છે. વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીના પ્રચારની વચ્ચે કોલકાતાના મીઠાઈ વિક્રેતાઓએ એક અનોખી પહેલ કરી છે. અહીંની પ્રખ્યાત સંદેશ મીઠાઈ પર હવે વિવિધ રાજકીય પક્ષોના ચિન્હો જોવા મળી રહ્યા છે. બજારમાં તૃણમૂલ કોંગ્રેસ, ભાજપ , કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના ચૂંટણી ચિન્હો વાળી મીઠાઈઓ ધૂમ મચાવી રહી છે.

જાહેરાત

કુશળ કારીગરો દ્વારા દૂધ અને માવામાંથી બનેલા સંદેશ પર કેસરી ગલગોટા  ટીએમસીનાફૂલ અને કોંગ્રેસના પંજાની આકૃતિઓ ખૂબ જ સુંદર રીતે તૈયાર કરવામાં આવી છે. માત્ર કાર્યકરો જ નહીં પણ સામાન્ય જનતા પણ પોતાની મનપસંદ પાર્ટીના નિશાન વાળી મીઠાઈ ખરીદવા માટે ઉત્સુક છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત