VIDEO: ચેન્નાઈમાં 'સ્ત્રી શક્તિ'નો હુંકાર: 33 ટકા અનામતની માંગ સાથે મહિલા કોંગ્રેસે ગજવ્યું મેદાન
VIDEO: રાજકારણમાં મહિલાઓના હક માટે ચેન્નાઈમાં જંગ છે

VIDEO: રાજકારણમાં મહિલાઓના હક માટે ચેન્નાઈમાં જંગ છેડાયો છે.. તમિલનાડુ મહિલા કોંગ્રેસે 33 ટકા અનામતની માંગ સાથે મેદાન ગજવ્યું છે.. પ્રદેશ અધ્યક્ષ હસીના સૈયદને આગામી ચૂંટણીમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે..
ચેન્નાઈમાં તમિલનાડુ મહિલા કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.. ઉત્તર ચેન્નાઈ વેસ્ટ મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ડોક્ટર જુનૈઝા પરવીને જણાવ્યું કે, સંસદ અને વિધાનસભાઓમાં મહિલા અનામતની જોગવાઈઓ મુજબ ટિકિટ ફાળવણીમાં યોગ્ય હિસ્સો મળવો જોઈએ.. મહિલા કોંગ્રેસે તમિલનાડુમાં મહિલા સમુદાયના ઉત્થાન માટે કાર્યરત પ્રદેશ અધ્યક્ષ મેડમ હસીના સૈયદના યોગદાનને બિરદાવતા તેમના માટે એક બેઠકની ખાસ માંગ કરી છે.





