VIDEO: શિવરાજ સિંહ ચૌહાણનો અનોખો અંદાજ: આસામના ચાના બગીચામાં મહિલા કામદારો સાથે તોડ્યા ચાના પાંદડાં
આસામના ગોલાઘાટમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહા
આસામના ગોલાઘાટમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ચાના બગીચામાં મહિલા કામદારો સાથે મળીને ચાના પાંદડા તોડ્યાહતા.કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની હતી.
આસામના ગોલાઘાટ જિલ્લાના બોકાખાટમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એક ચાના બગીચાની મુલાકાત લીધી અને મહિલા કામદારો સાથે ચાના પાંદડા તોડવામાં જોડાયાહતા.મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ચાના બગીચામાં પહોંચીને મહિલા કામદારોને ચા તોડવાની પ્રક્રિયા સમજી અને તેમની સાથે મળીને કામ કર્યું. આ દરમિયાન મહિલા કામદારો સાથે તેમણે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી હતી.
મંત્રીએ કહ્યું કે આસામની ચા ઉદ્યોગમાં મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે અને કેન્દ્ર સરકાર તેમના કલ્યાણ માટે સતત કામ કરી રહી છે. આ મુલાકાત દરમિયાન મંત્રીએ ચા ઉત્પાદકો અને કામદારોની સુધારેલી જીવનશૈલી વિશે પણ ચર્ચા કરી.ચાના બગીચાના માલિક અને કર્મચારીઓએ મંત્રીના આ અભિનવ અભિગમનું સ્વાગત કર્યું. સ્થાનિકો માટે આ એક અવિસ્મરણીય ક્ષણ બની રહી. આ મુલાકાત ચા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને કામદારોની સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. મંત્રીની આ મુલાકાતના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.





