VIDEO: દરિયાઈ જીવો માટે સુરક્ષિત આશ્રયસ્થાન: રામેશ્વરમમાં કૃત્રિમ પરવાળાના ખડકોનું નિર્માણ કાર્ય શરૂ
VIDEO: રામેશ્વરમના દરિયામાં માછલીઓ માટે નવું વિશ્વ રચાઈ રહ્યુ
VIDEO: રામેશ્વરમના દરિયામાં માછલીઓ માટે નવું વિશ્વ રચાઈ રહ્યું છે.. દુર્લભ જીવોના રક્ષણ માટે કૃત્રિમ પરવાળાના ખડકોનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે, પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવેલી આ મોટી અને વિશેષ તૈયારીઓ કેવી છે, જુઓ આ રજૂઆતમાં.
તામિલનાડુના રામેશ્વરમ દ્વીપ સમૂહ વિસ્તારમાં દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ માટે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.. આ વિસ્તારમાં દુર્લભ દરિયાઈ જીવો અને પરવાળાના ખડકોને બચાવવા માટે દરિયાના પેટાળમાં કૃત્રિમ પરવાળાના ખડકો બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.. આ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા દરિયાઈ સજીવો માટે સુરક્ષિત આશ્રયસ્થાન અને પ્રજનન માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે, જે લાંબા ગાળે દરિયાઈ પર્યાવરણને મજબૂત બનાવશે..







