મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: પતિ-પત્ની વચ્ચેના સંબંધો 'અકુદરતી ગુનો' નથી: મધ્યપ્રદેશ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, કલમ 377ના દાયરામાંથી વૈવાહિક સંબંધો બહાર

VIDEO: મધ્યપ્રદેશ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે પતિ-પત્ની વચ્ચે સંમતિથી કે અસંમતિથી થતા શારારિક સંબંધોને ભારતીય દંડ સંહિતાની કલમ 377 હેઠળ અકુદરતી ગુનો ગણી શકાય નહિ. મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ મિલિંદ રમેશ ફડકેએ 25મી માર્ચે આપેલા આદેશમાં જણાવ્યું કે વૈવાહિક સંબંધોના દાયરામાં આવતા આરોપ પર કલમ 377 લાગુ પડતી નથી. કોર્ટે કલમ 375 માં સમાવિષ્ટ વૈવાહિક અપવાદનો હવાલો આપતાં કહ્યું કે પત્ની સગીર ન હોય ત્યાં સુધી આવા કિસ્સામાં દુષ્કર્મનો ગુનો ગણી શકાય નહીં.આ ચુકાદો એક કેસમાં આપવામાં આવ્યો છે જેમાં પત્ની દ્વારા પતિ વિરુદ્ધ જાતીય સતામણી અને દહેજ ઉત્પીડનના મામલાને રદ કરવાની માંગ સાથે

VIDEO: મધ્યપ્રદેશ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે પતિ-પત્ની વચ્ચે સંમતિથી કે અસંમતિથી થતા શારારિક સંબંધોને ભારતીય દંડ સંહિતાની કલમ 377 હેઠળ અકુદરતી ગુનો ગણી શકાય નહિ.

 મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ મિલિંદ રમેશ ફડકેએ 25મી માર્ચે આપેલા આદેશમાં જણાવ્યું કે વૈવાહિક સંબંધોના દાયરામાં આવતા આરોપ પર કલમ 377 લાગુ પડતી નથી. કોર્ટે કલમ 375 માં સમાવિષ્ટ વૈવાહિક અપવાદનો હવાલો આપતાં કહ્યું કે પત્ની સગીર ન હોય ત્યાં સુધી આવા કિસ્સામાં દુષ્કર્મનો ગુનો ગણી શકાય નહીં.આ ચુકાદો એક કેસમાં આપવામાં આવ્યો છે જેમાં પત્ની દ્વારા પતિ વિરુદ્ધ જાતીય સતામણી અને દહેજ ઉત્પીડનના મામલાને રદ કરવાની માંગ સાથે અરજી કરવામાં આવી હતી.

પોલીસે કલમ 377, 498Aસહિતની અન્ય કલમો અને દહેજ પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો.કોર્ટે સ્પષ્ટ કર્યું કે પતિ-પત્ની વચ્ચેના વૈવાહિક સંબંધો પર કલમ 377 લાગુ પડતી નથી.

આ સમાચાર શેર કરો