VIDEO: હરિદ્વારમાં મેઘરાજાની પધરામણી! ગંગા કિનારે ધોધમાર વરસાદથી ગરમીમાં મોટી રાહત, શ્રદ્ધાળુઓમાં હરખની હેલી
VIDEO: હરિદ્વારમાં મેઘરાજાની એન્ટ્રીથી

VIDEO: હરિદ્વારમાં મેઘરાજાની એન્ટ્રીથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. ગરમીથી પરેશાન શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.
ઉત્તરાખંડના હરિદ્વારમાં લાંબા સમયના વિરામ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે.. પવિત્ર ગંગા નદીના કિનારે ધોધમાર વરસાદ શરૂ થતાં સ્થાનિકો અને શ્રદ્ધાળુઓને ભારે ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે.
જાહેરાત
વરસાદને કારણે સમગ્ર હરિદ્વારનું તાપમાન ગગડ્યું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.. હર કી પૌડી સહિતના ઘાટો પર વરસાદી માહોલ જામતા પ્રકૃતિનું અદભૂત સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, જેના કારણે ગંગા સ્નાન માટે આવેલા યાત્રિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જાહેરાત







