VIDEO: લોહરદગામાં રેલવેનો પુનર્જન્મ: 4 મહિના બાદ પાટા પર દોડી ટ્રેન, મોંઘા બસ ભાડામાંથી જનતાને મુક્તિ

VIDEO: ઝારખંડના લોહરદગામાં પાટા પર ફરી એકવા

VIDEO: ઝારખંડના લોહરદગામાં પાટા પર ફરી એકવાર ટ્રેન દોડતી નજરે પડી રહી છે. રેલવે બ્રિજ રિપેરિંગના ચાર મહિના બાદ ટ્રેન સેવાઓ પૂર્વવત થઈ છે, જેના કારણે મોંઘા બસ ભાડામાંથી જનતાને મોટી રાહત મળી છે.. જુઓ રેલવે વ્યવહાર ફરી શરૂ. 

ઝારખંડના લોહરદગામાં રેલવે બ્રિજના પિલરના સમારકામ બાદ આશરે ચાર મહિનાથી સ્થગિત ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે.. લાંબા સમય સુધી ટ્રેન બંધ રહેતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે ટ્રેન શરૂ થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે.. રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, એન્જિનિયરો અને કર્મચારીઓના અથાગ પ્રયત્નોથી આ કામગીરી પૂર્ણ થઈ છે, જેનાથી મુસાફરોને સસ્તા અને સુલભ પરિવહનની સુવિધા મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત