VIDEO: ગિલગીટ-બાલ્ટિસ્તાનમાં આક્રોશ: 20થી 22 કલાકના પાવર કટ અને પાણીની અછતથી જનતા રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો
VIDEO: પાકિસ્તાન-કબજા હે
VIDEO: પાકિસ્તાન-કબજા હેઠળના ગિલગીટ-બાલ્ટિસ્તાનમાં મોંઘવારી, વીજળીની તીવ્ર અછત અને પીવાના પાણીની તંગીને કારણે સ્થાનિક લોકોનું રોજિંદું જીવન મુશ્કેલ બની ગયું છે. પ્રાથમિક સુવિધા ન મળતા ગિલગીટ અને બાલ્ટીસ્થાનના લોકો રસ્તા પર ઊતરીને પોતાના મૂળભૂત અધિકારો માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મહિલાઓ અને બાળકોના નેતૃત્વમાં થઇ રહેલા આ આંદોલનમાં પીઓકેની કટોકટીને ખુલ્લી પાડી છે. વીજળીના કાપને કારણે પાણીના પંપ બંધ છે. આ કારણે ઘરોમાં પાણીની અછત સર્જાઈ છે. ગિલગીટ અને બાલ્ટીસ્થાનના લોકોની સમસ્યા માત્ર વીજ અને પાણી સુધી મર્યાદિત નથી. આ વિસ્તારમાં રસ્તાઓ તૂટેલા છે, આરોગ્ય સેવાઓ અપૂરતી છે અને શિક્ષણની સુવિધાઓ અત્યંત નબળી છે.
આ કારણે લોકો અલગ અને અસુરક્ષિત અનુભવી રહ્યાં છે. પાકિસ્તાન સરકારની ઉદાસીનતા અને વ્યવસ્થાગત અવગણનાને કારણે ગીલગીટ - બાલ્ટીસ્થાનમાં વારંવાર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ આંદોલન પાકિસ્તાન સરકારની નિષ્ફળતાને ઉજાગર કરે છે.






