મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પૂંછના કુસાલિયાન ગામના ખેતરમાંથી મળી આવ્યો જૂનો મોર્ટાર બોમ્બ

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના કુસાલિયાન ગામમાં ખેતી દરમિયાન એક ચોંકાવનારી ઘટના

તસવીર: gstv

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના કુસાલિયાન ગામમાં ખેતી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડૂત પ્રદીપ કુમાર શર્મા જ્યારે પોતાના મકાઈના ખેતરમાં ટ્રેક્ટરથી ખેડાણ કરી રહ્યા હતા, ત્યારે તેમને જમીનમાંથી એક જૂનો મોર્ટાર બોમ્બ મળી આવ્યો હતો. પોતાની જીવના જોખમે કોઈ પણ પ્રકારની છેડછાડ કર્યા વગર, પ્રદીપે ખૂબ જ સમજદારી દાખવી તાત્કાલિક નજીકમાં તૈનાત આર્મીના જવાનોને આ અંગે જાણ કરી હતી. પ્રદીપે જણાવ્યું હતું કે ખેડાણ દરમિયાન કોઈ દુર્ઘટના ઘટી નથી. હાલ આર્મીની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આ જીવંત બોમ્બને સુરક્ષિત રીતે ડિફ્યુઝ કરવાની કામગીરી હાથ ધરશે. પ્રદીપની આ સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે..

આ સમાચાર શેર કરો