મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot/ મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરીનો Video Viral, કાર ચાલકને જાહેરમાં લાફા ઝીંકી ગાળો આપી

રાજકોટમાં મહિલા ટ્રાફિક પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે. તાજેતરમાં સોશિય

રાજકોટમાં મહિલા ટ્રાફિક પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક મહિલા ટ્રાફિક પોલીસકર્મી કાર ચાલકને જાહેરમાં ત્રણથી ચાર લાફા મારી રહી છે અને ગાળો બોલી રહી છે. આ ઘટના ગત તારીખ 18 નવેમ્બરના રોજ શહેરના યાજ્ઞિક રોડ પર બની હોવાનું જાણવા મળ્યું છે.

પાર્કિંગના વિવાદમાં ગુમાવ્યો પીતો

મળતી માહિતી મુજબ, કાર ચાલકે નો-પાર્કિંગના મુદ્દે લોક મારવા અંગે વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. આ જોઈને મહિલા ટ્રાફિક પોલીસકર્મી ઉશ્કેરાઈ ગઈ હતી અને પોતાનો પીતો ગુમાવ્યો હતો. તેણે જાહેરમાં કાર ચાલક પર હાથ ઉઠાવ્યો અને તેની સાથે ગેરવર્તન કર્યું હતું.

સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, કાર પાર્કિંગની જગ્યાએ જ ઊભી હતી તેમ છતાં તેને લોક મારવામાં આવ્યું હતું, જે આ વિવાદનું મૂળ કારણ બન્યું.

સીસીટીવી આવ્યા સામે, કાર્યવાહી પર નજર

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ હવે સામે આવ્યા છે. અવારનવાર વિવાદમાં રહેતી મહિલા ટ્રાફિક પોલીસના આ વર્તન બાદ ઉચ્ચ અધિકારીઓ સીસીટીવી ફૂટેજના આધારે શું કાર્યવાહી કરે છે, તે જોવું રહ્યું. જાહેરમાં નાગરિક સાથે પોલીસકર્મી દ્વારા કરવામાં આવેલું આ પ્રકારનું ગેરવર્તન ગંભીર શિસ્તભંગ ગણાય છે.

આ સમાચાર શેર કરો