VIDEO: મણિપુર હાઈવે એલર્ટ: ઈમ્ફાલ-ઉખરુલ રોડ બ્લોક, યુવા નેતાની ધરપકડ મામલે પ્રદર્શનકારીઓ અને પોલીસ સામસામે
મણિપુરમાં નેતાની ધરપકડના વિરોધમાં રોષ ભભૂ
મણિપુરમાં નેતાની ધરપકડના વિરોધમાં રોષ ભભૂક્યો છે.. ઈમ્ફાલ-ઉખરુલ હાઈવે પર દેખાવકારોએ ચક્કાજામ કર્યો છે.. યુવા નેતાની મુક્તિ અને નાર્કો-ટેરરિઝમ સામે કડક પગલાંની માંગ સાથે જનતા રસ્તા પર ઉતરી આવી છે.
મણિપુરના ઈમ્ફાલ-ઉખરુલ રોડ પર સ્થાનિક યુવા નેતાની ધરપકડના વિરોધમાં ઉગ્ર દેખાવો શરૂ થયા છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે.. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે પ્રદેશમાં નાર્કો-ટેરરિઝમ જેવી ગંભીર સમસ્યાઓ વચ્ચે યુવાનોને ખોટી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.. અગાઉ મુખ્યમંત્રીને આ મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ નક્કર ઉકેલ ન આવતા રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.. આ આંદોલનને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને સુરક્ષા દળો ખડેપગે તૈનાત છે.
જાહેરાત







