VIDEO/ થાણે-ડોમ્બિવલી વચ્ચે લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી: સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ અને રોષ
મહારાષ્ટ્રના થાણેમાં ડોમ્બિવલી પાસે લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવ
મહારાષ્ટ્રના થાણેમાં ડોમ્બિવલી પાસે લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે, જેના કારણે સેન્ટ્રલ રેલવેની સેવાઓ ખોરવાઈ ગઈ છે. છેલ્લા ૨ કલાકથી યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી ચાલી રહી છે, પરંતુ ટ્રેન વ્યવહાર પ્રભાવિત થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઓફિસ જવાના સમયે જ આ દુર્ઘટના ઘટતા સ્ટેશનો પર ભીડ હતી . સ્થાનિક મુસાફરોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, અવારનવાર થતી આવી ટેકનિકલ ખામીઓને કારણે તેમનો સમય વેડફાય છે. રેલવે સત્તાધીશો દ્વારા પરિસ્થિતિને જલ્દી સામાન્ય કરવા ખાતરી આપવામાં આવી છે.




