મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: સત્તા સામે અડીખમ 'કલમ'ની લડાઈ! જ્યારે સ્મૃતિબેન શાહે લોકશાહીના ચોથા સ્તંભને ઝૂકવા ન દીધો

VIDEO: પત્રકારત્વ અને રાજકારણનો

VIDEO: પત્રકારત્વ અને રાજકારણનો સબંધ હંમેશા તલવારની ધાર પર ચાલવા જેવો હોય છે, પરંતુ સ્મૃતિબેન શાહે આ સબંધમાં એક અનોખી મર્યાદા અને ગરિમા સ્થાપિત કરી હતી. તેઓ ક્યારેય સત્તાના મોહમાં નહોતા પડ્યા, છતાં સત્તાના કેન્દ્રમાં બેઠેલા લોકો હંમેશા તેમના મંતવ્યો અને તેમની શક્તિનો સ્વીકાર કરતા.

સ્મૃતિબેન માટે પત્રકારત્વ એ કોઈ પક્ષની તરફેણ કરવાનું સાધન નહોતું, પણ સમાજની સાચી સ્થિતિ બતાવવાનો અરીસો હતો. રાજકારણીઓ સાથેના તેમના સબંધો હંમેશા વ્યાવસાયિક અને આદરપૂર્ણ રહ્યા. તેમની પાસે એવી વિલક્ષણ શક્તિ હતી કે તેઓ મુખ્યમંત્રી હોય કે કેન્દ્રીય મંત્રી, દરેકની સામે આંખમાં આંખ મિલાવીને સત્ય કહી શકતા.

1985ના કટોકટીના સમયમાં જ્યારે તત્કાલીન શાસક પક્ષ અને સરકાર સામે ગુજરાત સમાચાર અડીખમ ઊભું હતું, ત્યારે સ્મૃતિબેને સાબિત કર્યું હતું કે લોકશાહીનો ચોથો સ્તંભ ક્યારેય ઝૂકતો નથી. સરકાર દ્વારા કરવામાં આવેલા ભૌતિક હુમલાઓ છતાં, તેમણે પોતાની નીડરતાથી સાબિત કર્યું કે કલમની તાકાત સત્તાની લાકડી કરતા વધુ મજબૂત હોય છે.

ગુજરાત અને ભારતના અનેક દિગ્ગજ નેતાઓ સ્મૃતિબેનની વહીવટી કુશળતા અને તેમની 'સિક્સ્થ સેન્સ'ના કાયલ હતા. તેઓ માત્ર એક અખબારના માલિક તરીકે નહીં, પણ એક દીર્ઘદ્રષ્ટા વિચારક તરીકે ઓળખાતા. અનેક નેતાઓ જટિલ સામાજિક કે રાજકીય પરિસ્થિતિઓમાં તેમની સલાહ લેવાનું પસંદ કરતા, કારણ કે સ્મૃતિબેન હંમેશા પૂર્વગ્રહ વગર અને નિષ્પક્ષ રીતે પોતાનો મત રજૂ કરતા.

તેમની પાસે જે 'પર્સનાલિટી રીડિંગ'ની ક્ષમતા હતી, તેનાથી તેઓ નેતાઓના શબ્દો પાછળના સાચા ઈરાદાઓને તુરંત પારખી લેતા. જે રાજકારણીઓ પ્રામાણિકતાથી લોકસેવા કરતા, તેમને સ્મૃતિબેનનું હંમેશા પ્રોત્સાહન મળતું, પણ જેઓ સત્તાનો દુરુપયોગ કરતા, તેમને સ્મૃતિબેનની ધારદાર કલમનો સામનો કરવો પડતો.

આ સમાચાર શેર કરો