મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ પાણીમાં પણ દુશ્મન નહીં બચે! ભુજમાં ભારતીય સેનાના જવાનોએ ઘૂસણખોરી રોકવા હાથ ધરી કવાયત

VIDEO/ Indian Army soldiers conduct exercise in Bhuj to stop infiltration | ગુજરાતની સરહદે ફરી એકવાર ભારતીય સેનાએ પોતાની પ્રચંડ વ્યૂહાત્મક કુશળતાનો પરિચય આપ્

ગુજરાતની સરહદે ફરી એકવાર ભારતીય સેનાએ પોતાની પ્રચંડ વ્યૂહાત્મક કુશળતાનો પરિચય આપ્યો છે. ભુજના સરહદી વિસ્તારોમાં 'ઓપરેશન સિંદૂર' અંતર્ગત સેનાના વિશેષ યુદ્ધ જૂથોએ પાણીજન્ય ઓપરેશન પાર પાડ્યું હતું. અત્યંત ચપળ એવી એસોલ્ટ બોટ દ્વારા ભારતીય જવાનોએ છીછરા પાણીમાં દુશ્મનોને મ્હાત આપવાની કવાયત કરી હતી. આ મિશન દરમિયાન અત્યંત આધુનિક જહાજોને હાઈ-એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા હતા. સેનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની દરિયાઈ સીમામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા કોઈપણ દુશ્મન જહાજને અટકાવી તેને તટસ્થ કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, પહેલગામ હુમલા બાદ શરૂ થયેલા આ ઓપરેશનમાં ભારતીય સેનાએ સરહદો પર લોખંડી બંદોબસ્ત અને ટેકનોલોજીનો સમન્વય કરી દુશ્મનોના નાપાક મનસૂબા નિષ્ફળ બનાવ્યા છે.

આ સમાચાર શેર કરો