VIDEO: હરિદ્વારમાં રાંધણ ગૅસ માટે અઠવાડિયાની પ્રતીક્ષા છતાં ગૃહિણીઓ ખાલી હાથે પરત

હરિદ્વારમાં રાંધણ ગેસ માટે હાહાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.. મોંઘવારી

સોર્સ: GSTV

હરિદ્વારમાં રાંધણ ગેસ માટે હાહાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.. મોંઘવારીની સાથે હવે અછતનો માર પડતા ગૃહિણીઓ ભારે પરેશાન જોવા મળી રહી છે.. અઠવાડિયાના લાંબા ઇન્તઝાર બાદ પણ સિલિન્ડર ન મળતા ગેસ એજન્સીઓ પર લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. 

 હરિદ્વારમાં રાંધણ ગેસના વધતા ભાવ અને તીવ્ર અછતને કારણે ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.. ત્યારે અનેક સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે અઠવાડિયા પહેલા બુકિંગ કરાવવા છતાં ગેસ સિલિન્ડરની ડિલિવરી મળતી નથી.. કલાકો સુધી એજન્સીઓ બહાર લાંબી કતારોમાં ઉભા રહેવા છતાં ખાલી હાથે પરત ફરવું પડે છે.. કાળાબજારમાં પણ ઉંચા ભાવે ગેસ મળતો ન હોવાથી મધ્યમ વર્ગના પરિવારો આર્થિક અને માનસિક રીતે બેહાલ બન્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત