મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ વડોદરાના દિવાળીપુરા કોર્ટ રોડ પર હિટ એન્ડ રનની ઘટના, મોપેડ ચાલક યુવકનું કરૂણ મોત

સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર તેજ રફ્તાર વાહને એક માસૂમનો ભોગ લીધો છે. શહે

તસવીર: gstv

સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર તેજ રફ્તાર વાહને એક માસૂમનો ભોગ લીધો છે. શહેરના દિવાળીપુરા કોર્ટ રોડ પર મોડી રાત્રે હિટ એન્ડ રનની એક કરૂણ ઘટના ઘટી હતી, જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે એક આશાસ્પદ મોપેડ ચાલક યુવકનું મોત નીપજ્યું છે. આ સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે.

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, સુરેશ ચૌધરી નામનો યુવક પોતાનું મોપેડ લઈને દિવાળીપુરા કોર્ટ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી અને ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ટક્કર એટલી ભીષણ હતી કે સુરેશ ચૌધરીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયા હતા.

હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કર્યો

અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

CCTV ફૂટેજમાં કેદ થઈ ઘટના

આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસ દ્વારા આ ફૂટેજના આધારે ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો