VIDEO: પટનામાં હાઈ-એલર્ટ: બિહાર વિધાનસભાને સાયનાઈડ ગૅસથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ!

બિહારની રાજધાની પટનામાં વિધાનસભાને ઉડાવી દેવાની ધ

સોર્સ: GSTV

બિહારની રાજધાની પટનામાં વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી મળતા ભારે હડકંપ મચ્યો છે.. સાયનાઈડ ગેસ વિસ્ફોટ દ્વારા હુમલો કરવાના ધમકીભર્યા ઈમેલ બાદ બોમ્બ સ્ક્વોડ અને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

બિહાર વિધાનસભાને સાયનાઈડ ગેસ વિસ્ફોટ દ્વારા ઉડાવી દેવાની ઈમેલ ધમકી મળતા પટનામાં ભારે અફરાતફરી મચી ગઈ છે.. આ ઘટના બાદ તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસની ટીમો વિધાનસભા પરિસરમાં પહોંચી ગઈ હતી.. ધમકીની ગંભીરતાને જોતા સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરા હેઠળ લેવામાં આવ્યો છે અને દરેક શંકાસ્પદ વસ્તુની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.. સુરક્ષા એજન્સીઓ હાલ હાઈ એલર્ટ પર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત