મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: શિમલામાં ભારે વરસાદનો કહેર, ભૂસ્ખલનથી વાહનો દટાયા

હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની અનેક ઘટનાઓ સામે આવી છે. ન્યૂ શિમલા નજીકના રાજ

તસવીર: gstv

હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની અનેક ઘટનાઓ સામે આવી છે. ન્યૂ શિમલા નજીકના રાજહાના ગામ વિસ્તારમાં ભૂસ્ખલન થતાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે. સતત વરસાદ બાદ રહેણાંક વિસ્તારોમાં પણ ભૂસ્ખલનનો ખતરો ઉભો થતા લોકો સુરક્ષાના ભાગરૂપે પોતાના ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ભારે વરસાદને પગલે લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો