VIDEO: ગુજરાતના ટ્રાવેલ ઉદ્યોગને 300 કરોડનો ફટકો, બુકિંગ રદ થતા હાહાકાર!
VIDEO: ઈરાન યુદ્ધની આગ પ્રવાસન ઉદ્યોગને દઝાડી રહી છે. ખાડી
VIDEO: ઈરાન યુદ્ધની આગ પ્રવાસન ઉદ્યોગને દઝાડી રહી છે. ખાડી દેશોના પ્રવાસન સ્થળોની ફ્લાઈટ્સ રદ થતા અને અનિશ્ચિતતા વધતા કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. ગુજરાતના ટ્રાવેલ સેક્ટરને 300 કરોડથી વધુનો ફટકો પડ્યો છે.
અને અમેરિકાના યુદ્ધના કારણે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. આરબ દેશોની મુસાફરી જોખમી બનતા કરોડો રૂપિયાનો વેપાર ઠપ્પ થયો છે. અમદાવાદથી દુબઈની રોજની 13 થી 14 ફ્લાઈટ્સ હોવા છતાં હાલ અનિશ્ચિતતાને કારણે પ્રવાસીઓ બુકિંગ રદ કરાવી રહ્યા છે. ગુજરાતને અત્યાર સુધીમાં અંદાજે 200 થી 300 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે.
જો યુરોપ અને યુએસ જતી કનેક્ટિંગ ફ્લાઈટ્સને પણ ગણતરીમાં લેવામાં આવે તો આ આંકડો 1000 કરોડને આંબી શકે છે. રાષ્ટ્રીય સ્તરે આ નુકસાન લગભગ 2750 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હોવાનો અંદાજ છે, જે પ્રવાસન ક્ષેત્ર માટે મોટો ફટકો છે.







