VIDEO: હરિદ્વારમાં ગૅસ કટોકટી: એજન્સીઓ બહાર પ્રચંડ ભીડ, ગૅસ માટે લોકો ત્રાહિમામ,લાકોની પ્રતીક્ષા છતાં ખાલી હાથે પરત ફરતા લોકો
VIDEO: હરિદ્વારમ

VIDEO: હરિદ્વારમાં રાંધણ ગેસ માટે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે.. અછતની અફવાઓ અને પુરવઠામાં વિક્ષેપને કારણે ગેસ એજન્સીઓ પર લોકોની ભારે ભીડ ઉમટી છે.. કલાકોની પ્રતીક્ષા છતાં લોકો ખાલી હાથે પરત ફરવા મજબૂર બન્યા છે.
હરિદ્વારમાં એલપીજી ગેસની ભારે અછત સર્જાતા ગેસ એજન્સીઓ બહાર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે.. માર્ચ મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં ગેસના પુરવઠામાં અનિયમિતતાને કારણે ગૃહિણીઓ અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં અનેક લોકોને ખાલી હાથે પરત ફરવું પડે છે.. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર બુકિંગ કરાવ્યાના લાંબા સમય પછી પણ સિલિન્ડર ન મળતા જનતામાં વહીવટી તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.
જાહેરાત





