મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નળ સરોવરમાં માછીમારી બંધ, માછીમારોમાં વિરોધનો સૂર

સુરેન્દ્રનગરમાં વિશ્વ મત્સ્ય પાલક દિવસની ઉજવણી દરમિયાન માછીમારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. છેલ્લા બે

તસવીર: gstv

સુરેન્દ્રનગરમાં વિશ્વ મત્સ્ય પાલક દિવસની ઉજવણી દરમિયાન માછીમારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. છેલ્લા બે વર્ષથી નળ સરોવરમાં માછીમારી માટે પ્રવેશ નહીં મળતા બે હજારથી વધુ લોકોની રોજગારી બંધ થઈ ગઈ હોવાનો માછીમારોએ આક્ષેપ કર્યો હતો. બહુમાળી ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પહોંચેલા માછીમારોએ અધિકારીઓ સમક્ષ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. માછીમારોએ કહ્યું કે, પહેલા રોજગારીનો પ્રશ્ન ઉકેલો અને ત્યારબાદ આવી ઉજવણીઓ કરો. નળ સરોવરના પ્રતિબંધને કારણે નજીકના 10થી વધુ ગામોના લોકોની આજીવિકા પર અસર પડી રહી છે. હવે સરકાર અને તંત્ર વહેલી તકે નિર્ણય લઈ માછીમારોને ફરી રોજગારી મળે તેવી માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો