VIDEO: આસામમાં ઉત્સવની એન્ટ્રી! ગુવાહાટીના બજારોમાં બિહુની ખરીદી માટે જનમેદની ઉમટી

આસામમાં લોકશાહીના પર્વ બાદ હવે સાંસ્કૃતિક મહોત્સવની ધૂમ મચી છે.. રુંગાલી બિહ

આસામમાં લોકશાહીના પર્વ બાદ હવે સાંસ્કૃતિક મહોત્સવની ધૂમ મચી છે.. રુંગાલી બિહુના સ્વાગત માટે ગુવાહાટીના બજારોમાં જનમેદની ઉમટી પડી છે.. પરંપરાગત ગમોસા અને ઢોલની ખરીદીમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

આસામ વિધાનસભા ચૂંટણીના મતદાનની પૂર્ણાહુતિ બાદ ગુવાહાટીમાં રુંગાલી બિહુની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ છે.. સ્થાનિક બજારોમાં લોકોની ભારે ભીડ ઉમટી રહી છે, જ્યાં નાગરિકો પરંપરાગત ગમોસા, ઢોલ અને પીઠા જેવી સામગ્રીની ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે.. ચૂંટણીના રાજકીય માહોલ બાદ હવે સમગ્ર રાજ્ય આસામી સંસ્કૃતિ અને નવા વર્ષના સ્વાગત માટે બિહુના રંગે રંગાયું છે..

આ સમાચાર શેર કરો

જાહેરાત