VIDEO: રાજસ્થાનમાં સ્વિટ્ઝરલેન્ડનો અનુભવ! કિશનગઢનું માર્બલ યાર્ડ બન્યું પ્રવાસીઓનું મનપસંદ સ્થળ

VIDEO: રાજસ્થાનમાં પણ સ્વિટ્ઝરલેન્ડ

સોર્સ: GSTV

VIDEO: રાજસ્થાનમાં પણ સ્વિટ્ઝરલેન્ડની મજા માણી શકાશે.. કિશનગઢનું માર્બલ ડમ્પિંગ યાર્ડ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.. જુઓ સફેદ ટેકરીઓ અને સુંદર તળાવોથી ઘેરાયેલા આ મિની સ્વિટ્ઝરલેન્ડ અંગે વિશેષ રજૂઆત..

રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું કિશનગઢ માર્બલ ડમ્પિંગ યાર્ડ હાલમાં પ્રવાસીઓ માટે મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે લોકપ્રિયતા મેળવી રહ્યું છે.. સફેદ માર્બલના પાવડરથી બનેલી ટેકરીઓ અને આસપાસના જળાશયો બરફથી ઢંકાયેલા પહાડો જેવો અદભૂત નજારો રજૂ કરે છે.. માર્બલ ઉદ્યોગના કચરામાંથી બનેલું આ સ્થળ હવે પ્રી-વેડિંગ શૂટ, ફિલ્મોના શૂટિંગ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ માટે હોટસ્પોટ બની ગયું છે, જ્યાં દરરોજ હજારો પ્રવાસીઓ મુલાકાતે આવે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત