VIDEO: પૂણેના ઝૂમાં પ્રાણીઓ માટે 'કૂલ' વ્યવસ્થા: એસી જેવી ઠંડક આપવા સ્પ્રિંકલર્સ અને ફોગ સિસ્ટમ કાર્યરત!
VIDEO: પૂણેના રાજીવ ગાંધી ઝૂલોજિકલ પાર
VIDEO: પૂણેના રાજીવ ગાંધી ઝૂલોજિકલ પાર્કમાં કાળઝાળ ગરમીથી પ્રાણીઓને બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.. વેટરનરી ઓફિસર ડોક્ટર ઘનશ્યામ પવારના માર્ગદર્શન હેઠળ પ્રાણીઓના પાંજરામાં સ્પ્રિંકલર્સ, કૂલર્સ અને ફોગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે, જેથી તાપમાન નિયંત્રિત કરી શકાય.
આ ઉપરાંત, પ્રાણીઓને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે પીવાના પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ, પોષક તત્વો અને એન્ટીસ્ટ્રેસ ફોર્મ્યુલા ઉમેરવામાં આવી રહી છે.
જાહેરાત
ગરમીમાં રાહત આપવા માટે સ્લોથ બેર જેવા પ્રાણીઓને મિશ્રિત ફળોમાંથી બનેલા આઈસ કેક આપવામાં આવે છે.. પ્રાણીસંગ્રહાલયમાં હરિયાળી વધારીને કુદરતી ઠંડક જાળવવાના પ્રયાસો પણ તેજ કરાયા છે.. આનો મુખ્ય ઉદ્દેશ્ય ઉનાળાની પ્રખર ગરમીમાં વન્યજીવોનું સ્વાસ્થ્ય જાળવી રાખવાનો રાખવાનો છે.
જાહેરાત





