મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: બંગાળમાં પરિવર્તનનો શંખનાદ: ભાજપના શહેઝાદ પૂનાવાલાના TMC પર આકરા પ્રહાર, ચૂંટણી પંચે હાઈ-ટેક કેમેરા સાથે વધારી તકેદારી

VIDEO:&nbsp

તસવીર: GSTV

VIDEO: ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે પ્રદેશમાં છેલ્લા 15 વર્ષથી બંગાળમાં કુશાસન,ભ્રષ્ટાચાર અને આર્થિક પતન ચાલી રહ્યું છે. 

ભાજપના નેતા શહેઝાદ પુનાવાલાએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં કુશાસન, ભ્રષ્ટાચાર અને આર્થિક પતન ચાલી રહ્યું છે. આ દરમિયાન 6 હજારથી વધુ ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે અને ચા ઉદ્યોગ ગંભીર સંકટમાં છે. તેમણે ટીએમસી પર આરોપ લગાવ્યો કે પાર્ટી મુદ્દાઓના ઉકેલને બદલે પીડિત કાર્ડ અને નફરત કાર્ડની રમત રમી રહી છે.

પશ્ચિમ બંગાળના લોકો આ 15 વર્ષના કુશાસનનો અંત લાવવા અને પરિવર્તન માટે મતદાન કરશે.આ દરમિયાન, વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે સ્ટેટિક સર્વેલન્સ અને ફ્લાઈંગ સ્ક્વોડના વાહનોમાં કાર-માઉન્ટેડ લાઈવ IP કેમેરા લગાવ્યા છે. રાજ્યમાં 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં મતદાન થશે, જ્યારે મતગણતરી 4 મેના રોજ થશે. 

આ સમાચાર શેર કરો