મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: VIDEO: ANDARNI VAAT / મંડી, શિમલા અને કાંગડા સહિતના જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ'!

પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ભા

તસવીર: gstv

પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શિમલા, મંડી, કાંગડા, કલ્લૂ, ચંબા અને સિરમૌર જેવા પહાડી જિલ્લાઓમાં મેઘરાજા ધુઆંધાર બેટિંગ કરી રહ્યા છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં પૂર અને ભેખડો ધસી પડવાની આશંકા વધી ગઈ છે. પાટનગર શિમલા સહિતના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ હિમાચલ પ્રદેશના સિનિયર સાયન્ટિસ્ટ સંદીપ કુમાર શર્માના જણાવ્યા અનુસાર, આગામી ૪૮ કલાક રાજ્ય માટે અત્યંત સંવેદનશીલ છે. મંડી, કાંગડા અને ચંબા જેવા પહાડી વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટને પગલે નદી-નાળાઓ ઉભરાવાની અને પહાડી માર્ગો પર પથ્થરો ધસી પડવાની પૂરેપૂરી શક્યતા છે. ડ્રોન વિઝ્યુઅલ્સમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં સંપર્ક વિહોણા થવાની પરિસ્થિતિ સર્જાઈ છે તેમજ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.

ભારે વરસાદની આશંકાને ધ્યાને રાખીને સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને પ્રવાસીઓ તેમજ સ્થાનિક રહીશોને બિનજરૂરી મુસાફરી ટાળવા તથા નદી-નાળાથી દૂર રહેવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓને પહોંચી વળવા ઈમરજન્સી સેવાઓ અને એસડીઆરએફની ટીમોને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો