મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ANDARNI VAAT / અરુણાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ, સિયાંગ પ્રાંતમાં ધોવાયા રસ્તા અને ભાંગ્યા પુલ!

અરુણાચલ પ્રદેશના લોઅર સિયાંગ જિલ્લાના કોઈ

તસવીર: gstv

અરુણાચલ પ્રદેશના લોઅર સિયાંગ જિલ્લાના કોઈયુ સર્કલ અને ઇસ્ટ સિયાંગ વિસ્તારમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરના કારણે ભારે તબાહી મચી છે.. પૂરના લીધે થયેલા વ્યાપક નુકસાનની વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ નિષ્ઠા તિવારીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચી હતી.. આ મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન નારી-કોઈયુના ધારાસભ્ય તોજીર કાદુ અને ઇસ્ટ સિયાંગના ડેપ્યુટી કમિશનર સોનાલિકા જીવાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ટીમે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ, તૂટી ગયેલા પુલ, ધોવાઈ ગયેલી ખેતીલાયક જમીન અને રહેણાંક વિસ્તારોનું બારીકાઈથી નિરીક્ષણ કરીને સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી નુકસાનીનો પ્રાથમિક અહેવાલ મેળવ્યો હતો..

પૂરની આ ભયાનક આફત વચ્ચે કેન્દ્રીય અધિકારીઓએ સ્થાનિક પીડિતો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને તેમની હાલાકી અને મુખ્ય જરૂરિયાતોને જાણી હતી. ધારાસભ્ય તોજીર કાદુ અને ડીસી સોનાલિકા જીવાણીએ કેન્દ્રીય સમિતિ સમક્ષ અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના તાત્કાલિક પુનનિર્માણ અને પૂરપીડિતોને ઝડપી આર્થિક સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરી છે. હાલ કેન્દ્રીય ટીમ કાદવ-કીચડ અને નદીઓના વહેણ વચ્ચે જઈને નુકસાનીનું આકલન કરતી નજરે પડે છે. આ આપત્તિ બાદ કેન્દ્રીય ટીમની મુલાકાતને પગલે સ્થાનિક જનતામાં વહેલી તકે પૂરતી રાહત અને પુનર્વસન માટેની સહાય મળવાની આશા પ્રબળ બની છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો