મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: ANDARNI VAAT / ભારે વરસાદથી સિક્કિમમાં લેન્ડસ્લાઇડ

પશ્વિમ સિક્કીમ ભારે વરસાદને કારણે રિમ્બી અને સિંગલીટામમાં ભૂસ્ખલન થયું હતું. આ વિસ્તારમાં પહાડ

તસવીર: gstv

પશ્વિમ સિક્કીમ ભારે વરસાદને કારણે રિમ્બી અને સિંગલીટામમાં ભૂસ્ખલન થયું હતું. આ વિસ્તારમાં પહાડ પરથી અચાનક મોટી માત્રામાં માટી, પથ્થરો અને કાટમાળ ધસી આવતાં રસ્તાઓ પર ભારે અવરોધ પેદા થયો હતો. સતત વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં જમીન નબળી પડતા લેન્ડસ્લાઇડ થયું હતું. વહિવટી તંત્રને ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. લેન્ડ સ્લાઇડના કારણે નિચાણવાળા વિસ્તારમાં લોકોમાં ભય ફેલાયો હતો. રિમ્બીમાં જ્યાં લેન્ડ સ્લાઇડ થયું હતું ત્યારે નીચે જ વસાહત આવેલી છે. આ ઉપરાંત પર્વતની ઉપરના ભાગે પણ અનેક લોકો રહે છે. માટે લેન્ડ સ્લાઇડના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય ફેલાયો હતો. જો કે ભૂસ્ખલનની ઘટનામાં કેટલી જાનહાનિ થઇ છે કે નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. આ વિસ્તારમાં વરસાદ ચાલું હોવાથી જમીન ઘસી જવાની જોખમ ઓછું થયું ન હતું. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદના કારણે પર્વતનો ઉપરનો ભાગ ઘસી પડ્યો હતો. જો કે આ વિસ્તારમાં ગાઢ જંગલ આવેલું હોવાથી નીચે વસાહત સુધીના વિસ્તારમાં મોટું નુકશાન થયું ન હતું. સિક્કીમમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. આ કારણે પહાડી વિસ્તારમાં લેન્ડ સ્લાઇડ સામાન્ય વાત છે. જો કે ઘણીવાર રહેઠાણ વિસ્તાર કે રસ્તા પર લેન્ડ સ્લાઇડ થતી હોવાના કારણે દેશમા ભારે નુકસાન થયા છે. 

----- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

આ સમાચાર શેર કરો