મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: ANDARNI VAAT / હરિયાણાના મુખ્યમંત્રીનો ખેડૂતો દ્વારા વિરોધ!

હરિયાણાના હાંસીના ખેડૂત અને ડેરી સંચાલક જીવન કુંડુની હત્યાના ઘેરા પડધા પડી રહ્યા છે. જીવન

તસવીર: gstv

હરિયાણાના હાંસીના ખેડૂત અને ડેરી સંચાલક જીવન કુંડુની હત્યાના ઘેરા પડધા પડી રહ્યા છે. જીવન કુંડાના હત્યારાની ધરપકડ ન થતા હરિયાણાના ખેડૂતો દ્રારા જિદમાં યોજાયેલા મુખ્યમંત્રી નાયબસિંહ સેનીના કાર્યક્રમમાં વિરોધ કરાવાનું નક્કી કર્યું હતું. જો કે ખેડૂતો જિંદમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ સુધી પહોંચે તે પહેલા જ તેમની અટકાત કરવામાં આવી હતી. અનેક ખેડૂતોને રસ્તામાં જ રોકી દેવામાં આવ્યા હતા. પોલીસે ખેડૂતોને ગુલકણી ગામ પાસે જ અટકાવતા ખેડૂતો અને ખાપ સંગઠનોનો આક્રોશ ફેલાયો હતો. હરિયાણના હાંસીમાં જીવન કુંડાની કેટલાક શખ્સોએ 10 દિવસ પહેલા હત્યા કરી હતી. હત્યાના ઘણાં દિવસો વીતી ગયા છતાં પણ આરોપી ન પકડાતા ખેડૂતો અને ખાપ પંચાયતે વિરોધ નોંધાવ્યો હતો. વારંવારની રજૂઆત પછી પણ હત્યારા ન પકડાતા ખેડૂતોએ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. વિરોધ કરી રહેલા ખેડૂતોની મુખ્ય માંગ છે કે હત્યાના કેસમાં સામેલ તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને મૃતકના પરિવારને ન્યાય મળે. ખેડૂતોનું કહેવું છે કે માત્ર આશ્વાસનથી કામ નહીં ચાલે. જ્યાં સુધી આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.

આ મુદ્દે અગાઉ ખાપ સંગઠનો અને ખેડૂતો દ્વારા મહાપંચાયત પણ યોજવામાં આવી હતી. શનિવારે ખેડૂતો અને ખાપ પ્રતિનિધિઓ હાંસી તરફ આગળ વધી રહ્યા હતા. આ સમયે પોલીસે ભારે બંદોબસ્ત ગોઠવીને તેમને રોકી દીધા હતા. પોલીસનું કહેવું છે કે મુખ્યમંત્રીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને, તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ખેડૂતોને હાંસી તરફ આગળ વધવા દેવામાં આવ્યા નથી. પોલીસ દ્વારા રસ્તો રોકવામાં આવતા વિરોધ કરી રહેલા ખેડૂતો રસ્તા પર જ બેસી ગયા હતા, જેના કારણે જીંદ-હાંસી માર્ગ પર ટ્રાફિક ખોરવાયો હતો. ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે સરકાર ન્યાય આપવાને બદલે તેમને રોકી રહી છે. અગાઉ ખેડૂતો અને ખાપ સંગઠનોએ હિસાર, હાંસી અને રોહતક વિસ્તારમાં ટોલ પ્લાઝા પર વિરોધ નોંધાવ્યો હતો અને આરોપીઓની ધરપકડની માંગ કરી હતી. હત્યા કેસમાં હવે ખેડૂતોની વાત સાંભળીને જલદી કાર્યવાહી કરે છે કે ઠાલા વચન આપે છે તેના નિર્ભર છે.

--------  બ્યુરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો