VIDEO: આણંદ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો સુપરિન્ટેન્ડેન્ટ લાંચ લેતા ઝડપાયો
આણંદ ACB દ્વારા હાથ ધરવામાં આવેલી સફળ ટ્રેપમાં આણંદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સુપરિન્ટેન્ડેન્ટ ઉસમા
આણંદ ACB દ્વારા હાથ ધરવામાં આવેલી સફળ ટ્રેપમાં આણંદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સુપરિન્ટેન્ડેન્ટ ઉસમાનગની ઇસ્માઇલગની મીરને 15,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો. ઉસમાનગની ચોથા એડિશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતો હતો.
25,000 રૂપિયાની લાંચની માગણી કરી
આ ઘટના મકાનની લોન સંબંધિત એક કેસ સાથે જોડાયેલી છે, જે બેંક અને ગ્રાહક વચ્ચે કોર્ટમાં ચાલી રહ્યો હતો. આરોપી ઉસમાનગનીએ લોન ધારકને નોટિસ ન બજાવવા માટે 25,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી, જેમાંથી 10,000 રૂપિયા તેણે અગાઉ લઈ લીધા હતા. બાકીના 15,000 રૂપિયા સ્વીકારતી વખતે આણંદ ACBએ બાતમીના આધારે અમુલ ડેરી પાસે છટકું ગોઠવીને આરોપીને રંગે હાથ ઝડપી લીધો હતો.



