VIDEO/ પંચમહાલ શિક્ષણ વિભાગમાં ₹2.79 કરોડના કૌભાંડનો આક્ષેપ
પંચમહાલ જિલ્લાના શિક્ષણ વિભાગમાં કરોડોના કૌભાંડનો મામલે તપાસનો ધમધમાટ ચાલી રહી છે..
પંચમહાલ જિલ્લાના શિક્ષણ વિભાગમાં કરોડોના કૌભાંડનો મામલે તપાસનો ધમધમાટ ચાલી રહી છે..સ્માર્ટ પેનલ, લેપટોપ અને એન્ટી વાયરસ જેવી સામગ્રીની ખરીદીમાં અંદાજે રૂ. 2.79 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ છે. સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગરની ટીમ ગોધરા દોડી આવી છે અને ત્રણ દિવસમાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ તૈયાર કરશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રી પટેલના સમયગાળા દરમિયાન આ કૌભાંડ થયાનું સામે આવ્યું છે. હિસાબી અધિકારી પૂજન જોષી અને નીતિન પટેલના કાર્યકાળમાં ગેરરીતિ થયાની શંકા છે. તપાસમાં અનેક મોટા નામો બહાર આવવાની શક્યતા છે.




