મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નેપાળમાં ફસાયેલા અમદાવાદના પ્રવાસીઓ પરત આવ્યા, ઘરે પહોચતા કરાયું ભવ્ય સ્વાગત

નેપાળમાં ભડકેલી Gen-Z વિરોધ પ્રદર્શનો અને રાજકીય અસ્થિરતાને કારણે અનેક પ્રવાસીઓ ત્યા

નેપાળમાં ભડકેલી Gen-Z વિરોધ પ્રદર્શનો અને રાજકીય અસ્થિરતાને કારણે અનેક પ્રવાસીઓ ત્યાં અટવાઈ ગયા હતા. જેમાં અમદાવાદના પણ કેટલાક પ્રવાસી હતા. 

આજે (12 સપ્ટેમ્બર, 2025) અમદાવાદ એરપોર્ટ પર 37 પ્રવાસીઓ પહોંચ્યા, જેમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના આકૃતિ સોસાયટીમાં રહેતા ત્રણ પરિવારોના સભ્યોનો સમાવેશ થાય છે. આ પ્રવાસીઓ ચાર દિવસથી નેપાળમાં ફસાયેલા હતા અને હવે તેઓ તેમના નિવાસસ્થાને પહોંચી ગયા છે. સ્થાનિક રહીશો અને આકૃતિ સોસાયટીના રહીશોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું, જેમાં ફૂલો, મીઠાઈ અને પરંપરાગત ગુજરાતી શૈલીમાં આતિથ્ય આપવામાં આવ્યું.

આ સમાચાર શેર કરો