VIDEO: સરહદ પાર શ્રદ્ધાનો સંગમ! 10 દિવસની પાકિસ્તાન યાત્રા પૂર્ણ કરી અમૃતસર પરત ફર્યો શીખ જથ્થો, ભવ્ય સ્વાગત થયું
અમૃતસ
અમૃતસરમાં શ્રદ્ધા અને સદ્ભાવનાનો સંગમ જોવા મળી રહ્યો છે.. પાકિસ્તાનના પવિત્ર ગુરુદ્વારાઓના દર્શન કરી શીખ શ્રદ્ધાળુઓનો જથ્થો અમૃતસર પરત ફર્યો છે.. પાકિસ્તાની મહેમાનગતિ અને સુંદર વ્યવસ્થાથી શ્રદ્ધાળુઓ ગદગદ થયા છે.
પાકિસ્તાનમાં આવેલા પવિત્ર ગુરુદ્વારાઓના દર્શન કરીને શીખ શ્રદ્ધાળુઓનો એક મોટો જથ્થો અમૃતસર પરત ફર્યો છે.. ભાઈ સિંહજીના નેતૃત્વમાં ગયેલા આ સંઘે 10 દિવસની યાત્રા દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળોએ મથું ટેકવ્યું હતું.. શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે પાકિસ્તાનમાં તેમની આગતા-સ્વાગતા અને રોકાણની વ્યવસ્થા ઉત્કૃષ્ટ હતી.. યાત્રા દરમિયાન જે શ્રદ્ધાળુઓની તબિયત લથડી હતી, તેમને પણ સ્થાનિક તંત્ર દ્વારા શ્રેષ્ઠ તબીબી સારવાર આપવામાં આવી હતી.. ભાઈ સિંહજીએ વારંવારની આ મુલાકાતને શાંતિ અને આત્મિક સંતોષ આપનારી ગણાવી હતી.
જાહેરાત






