VIDEO: અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી ૫.૩૬૮ કિલો ગાંજો જપ્ત
અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટે બેંગકોકથી

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટે બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી પાંચ કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે... બેંગકોકથી અમદાવાદ આવી પહોંચેલી થાઈ એરવેઝની ફ્લાઈટ TG-343માં મુસાફરી કરી રહેલા એક શંકાસ્પદ મુસાફરને કસ્ટમ્સ અધિકારીઓએ અટકાવ્યો હતો. અધિકારીઓએ જ્યારે તેની ટ્રોલી બેગની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે તેમાંથી કાળા પોલિથિનમાં પેક કરેલા ૫ પેકેટ મળી આવ્યા હતા. તપાસમાં આ પેકેટ્સમાંથી કુલ ૫ કિલો ૩૬૮ ગ્રામ જેટલો હાઈ-ક્વોલિટી હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો છે. કસ્ટમ્સ વિભાગે એનડીપીએસ એક્ટ હેઠળ આ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી લેવાની સાથે એક આરોપીની ધરપકડ કરી છે.




