VIDEO: ઉપલેટાના ચીખલીયામાંથી ૧૭ કિલો ગાંજો ઝડપાયો, ત્રણ શખ્સોની ધરપકડ
રાજકોટના ઉપલેટાના ચીખલીયા ગામે મોટી મારડ રોડ પર એક રહેણાંક મકાનમાંથી ગાંજ

રાજકોટના ઉપલેટાના ચીખલીયા ગામે મોટી મારડ રોડ પર એક રહેણાંક મકાનમાંથી ગાંજો ઝડપાયો છે..ગ્રામ્ય એસઓજીએ વનસ્પતિજન્યગાંજાના મોટા જથ્થા સાથે આ કાળા કારોબારમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સહિત ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે. મકાનમાંથી ૧૭ કિલોથી વધુ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે...પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છેકે આ ગાંજાનો જથ્થો ત્રણેય ભાગીદારોએ સાથે મળીને ખાસ વેચાણ અર્થે મંગાવ્યો હતો.ગ્રામ્ય એસઓજીએ એફ.એસ.એલ.અધિકારીને સાથેરાખીને બાતમી વાળા મકાન પર દરોડો પાડ્યો હતો. મકાનની ઝડતી તપાસ કરતા દક્ષિણ બાજુના
રૂમમાંથી એક પીળા કલરનું પ્લાસ્ટિકનું મોટું બાચકું મળી આવ્યું હતું, જેમાંથી તીવ્ર વિશિષ્ટ વાસ ધરાવતો વનસ્પતિ જન્ય ગાંજો મળી આવ્યો હતો..




