VIDE: જમ્મુમાં તાવી નદી બની કાળમુખી: નગરોટા પાસે ન્હાવા પડેલા 3 બાળકો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો
VIDEO: જમ્મુમાં તાવી નદીએ ત્રણ માસૂમોનો ભોગ લીધો છે.. ન

VIDEO: જમ્મુમાં તાવી નદીએ ત્રણ માસૂમોનો ભોગ લીધો છે.. નગરોટા પાસે ન્હાવા પડેલા બાળકો ડૂબતા સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. સર્ચ ઓપરેશનમાં એકનો મૃતદેહ મળી આવતા સગમ્ર પંથકમાં ચકચાર મચી છે.
જમ્મુના નગરોટા સ્થિત સૈનિક સ્કૂલ પાસે તાવી નદીમાં નહાવા ગયેલા ત્રણ કિશોરો ડૂબી જવાની કરુણ ઘટના બની છે.. સાંજથી પોલીસ, વહીવટી તંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીના ડાઇવર્સ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.. અત્યાર સુધીમાં એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય બેની શોધખોળ હજુ પણ યુદ્ધના ધોરણે ચાલુ છે.. પ્રશાસન દ્વારા ડૂબી ગયેલા બાળકોના પરિવારોને પૂરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે.
જાહેરાત




