VIDEO: ડાંગ પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરથી વાહન ચેકિંગ
નવરાત્રીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન

નવરાત્રીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં આવેલા ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર સાથે વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. અકસ્માતો રોકવા અને સુરક્ષા વધારવા માટે આ વિશેષ તકેદારી લેવાઈ છે. આ સાથે જ નાગરિકોને સાયબર સેલ, મહિલા સુરક્ષા તેમજ કોઈપણ કટોકટી કે ઇમરજન્સી સેવા માટે હેલ્પલાઇન નંબર ૧૧૨ પર સંપર્ક કરવા ખાસ અપીલ કરાઈ છે.




