VIDEO: વારાણસી: ભારે વરસાદથી ધર્મનગરી જળબંબાકાર
ઉત્તર પ્રદેશના વારાણસી માં ૩૦ ઓગસ્ટના રોજ અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ મુસળધાર વરસાદ વરસ્યો છે. સતત પડેલા ભારે

ઉત્તર પ્રદેશના વારાણસી માં ૩૦ ઓગસ્ટના રોજ અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ મુસળધાર વરસાદ વરસ્યો છે. સતત પડેલા ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો અને ગલીઓમાં પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અચાનક આવેલા આ વરસાદથી ધાર્મિક નગરીમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ઘાટ અને મંદિર પરિસર નજીકના રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિક રહીશો અને દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અનેક સ્થળોએ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે અને રોડ-રસ્તા પરથી પાણીના નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.




