મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વરસાદી સ્થિતિને લઈ વડોદરા મહાનગરપાલિકા તંત્ર એલર્ટ મોડમાં

વડોદરામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે મહાનગરપાલિકા તંત્ર સજ્જ થઈ ગયું છે. વરસાદી પ

તસવીર: gstv

વડોદરામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે મહાનગરપાલિકા તંત્ર સજ્જ થઈ ગયું છે. વરસાદી પરિસ્થિતિની સમીક્ષા માટે કમિશનર અરુણ મહેશ બાબુ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પહોંચ્યા હતા. તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવા અને રાહત કામગીરી અંગે સમીક્ષા કરી હતી. રોડ-રસ્તાઓ પર ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વિશ્વામિત્રી નદીના જળસ્તર અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે.  

આ સમાચાર શેર કરો