મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઉત્તરાખંડ ગુપ્તકાશી: રોડ પહોળો કરતી વખતે કાટમાળ ભરેલો ડમ્પર સ્કૂલ પર પટકાયો , ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો

ઉત્તરાખંડના ગુપ્તકાશી-લમગૌંડી મોટર રોડ પર રોડ પહોળો કરવાની કામગ

તસવીર: gstv

ઉત્તરાખંડના ગુપ્તકાશી-લમગૌંડી મોટર રોડ પર રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન કાટમાળ ભરેલો ડમ્પર કાબુ ગુમાવતા શાળા પરિસરમાં પટકાયો હતો. આ અકસ્માતમાં ડમ્પર નીચે પડી જવાથી નજીકનું શૌચાલય ક્ષતિગ્રસ્ત થયું હતું અને ડ્રાઇવર ઝાડીઓમાં ફેંકાવાથી ઈજાગ્રસ્ત થયો હતો....ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઇજાગ્રસ્ત ડ્રાઇવરને ગુપ્તકાશી હોસ્પિટલમાં ખસેડી પ્રાથમિક સારવાર અપાવી હતી. સ્થાનિક રહેવાસીઓએ એજન્સીની બેદરકારી સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો શાળા ચાલુ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. હાલ પોલીસ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો