VIDEO: પાટણ હાઈવે પર અકસ્માતમાં બે મિત્રોના મોત
પાટણના સરસ્વતી તાલુકાના કોઇટા હેમાણીપુરા ગામ નજીક પાટણ-ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભેંસ ઉતાર

પાટણના સરસ્વતી તાલુકાના કોઇટા હેમાણીપુરા ગામ નજીક પાટણ-ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભેંસ ઉતારીને પરત ફરી રહેલા છોટા હાથી ટેમ્પો સામે અચાનક ગાય આવી જતા ટેમ્પો ગાય સાથે અથડાયો હતો અને બાદમાં બેકાબૂ બની ઝાડ સાથે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માતમાં ટેમ્પોના કેબિનનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો અને બે મિત્રો અંદર ફસાઈ ગયા હતા. ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેમનું મોત નીપજ્યું હતું. મૃતકોમાં અમરપુરાના મોહમ્મદ રફીકભાઈ અને રવિયાણાના શાહિદ અફઝલનો સમાવેશ થાય છે. ઘટનાથી બંને પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.




