મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ‘Touch-me-not!, જ્ઞાનેેશ કુમારને આટલો અહંકાર ક્યાંથી આવે છે?’ મનોજ ઝાનો સવાલ

નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેેશ કુમારને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્

તસવીર: gstv

નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેેશ કુમારને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે RJD સાંસદ મનોજ ઝાએ આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે જ્ઞાનેેશ કુમારના કથિત ‘અહંકાર’ અને ‘ટચ-મી-નોટ’ વલણ અંગે સવાલ કરતાં કહ્યું કે, “તમે મારું કંઈ બગાડી શકતા નથી” જેવી માનસિકતા તેમને મળેલી કાનૂની સુરક્ષા (Immunity)ના કારણે આવી છે.

‘સેંકડો પત્રો લખ્યા, જવાબ પણ નથી મળ્યો’

મનોજ ઝાએ દાવો કર્યો કે તેમણે જ્ઞાનેેશ કુમારને અનેક પત્રો લખ્યા છે, પરંતુ પત્રોની સ્વીકૃતિ (Acknowledgment) પણ આપવામાં આવી નથી. તેમણે બેઠકો દરમિયાન પણ કથિત અહંકારભર્યા વલણના ઉદાહરણો જોયા હોવાનો દાવો કર્યો.

આ મુદ્દે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જ્ઞાનેેશ કુમાર સામેની અરજીઓ પર ચૂંટણી પંચ (ECI) અને કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો છે, જોકે કોર્ટે હાલ તેમને સસ્પેન્ડ કરવાનો વચગાળાનો આદેશ આપ્યો નથી. 

આ સમાચાર શેર કરો