મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પ્રયાગરાજમાં એક જ પરિવારના ત્રણના મોત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના શાહગંજ વિસ્તારમાંથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના શાહગંજ વિસ્તારમાંથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે તમામ મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં હત્યા કે આત્મહત્યા સહિતના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ સામૂહિક મોત પાછળનું સાચું કારણ હજુ અસ્પષ્ટ છે, ત્યારે ફોરેન્સિક ટીમ દ્વારા પણ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસ આસપાસના લોકો અને સંબંધીઓની પૂછપરછ કરી રહી છે.

આ સમાચાર શેર કરો