VIDEO: ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પર
ભાવનગર જિલ્લામાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલે નાગ

ભાવનગર જિલ્લામાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલે નાગરિકોને સાવચેત રહેવા ખાસ અપીલ કરી છે. સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ ૨૪ કલાક કાર્યરત કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવાયા છે. અને તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ પૂર કે આપત્તિની સ્થિતિથી નિપટવા NDRF અને SDRFની એક-એક ટીમ પણ તૈનાત કરાઈ છે.




